A Life lesson by Maths' professor :

            લગભગ આજથી બે વર્ષ પહેલાં, કે જયારે એન્જિનિયરિંગ કૉલેજ માં મેથેમેટિક સબ્જેક્ટ ના ફર્સ્ટ લેકચર ચાલુ હતું. અને  પ્રો.   વી.સી.મકવાણા ( Prof. V.C.Makvana ) સરે એક પ્રશ્ન પૂછ્યો દરેક સ્ટુડન્ટને
    પ્લીઝ ગીવ મિ યોર વ્યૂ અબાઉટ મેથ્સ ...??
    વુ કેન લવ ઈટ ઓર વુ કેન લાઈક ઇટ

તો બધાને થયું અરે આવો  સવાલ . હા.. પછી દરેક પોતાની રીતે આન્સર આપ્યો કે આઈ લાઈક મેથ્સ ..પરંતુ જ્યારે પ્રોફેસર ને પૂછવામાં આવ્યું કે સર, તમારો શુ અભિપ્રાય છે ??.તો સરે રીપ્લાય આપ્યો કે   "I LOVE MATHS "


      તો ત્યાં દરેક ને નવાઈ લાગી .મને પણ નવાઈ  લાગી એન્ડ તમને પણ નવાઈ લાગી હશે.પણ જયારે સમય વીતતો ગયો એના પછી આ જવાબ સાચો લાગતો ગયો .એ કઈ રીતે એ હું આગળ કઈશ. એન્ડ આઈ વિષ કે તમને પણ યોગ્ય લાગશે

       લવ અને લાઈફ ( કેરિયર, સક્સેસ ,ગોલ) બંનેમાં સેમ ફંડામેન્ટલ છે.લવ નું ફર્સ્ટ સ્ટેપ છે , ફિલ્ડિંગ ભરવી 😊😊 (આપણી ભાષામાં )... એન્ડ સેમ કેરીયર માં પણ આવુ જ છે. તમારે ગોલ પાછળ ફિલ્ડીંગ ભરવી પડે.પછી સમય એવો બને તો કોઈ વખત એકાદ પરીક્ષામાં બધું બગડી પણ જાય અને બ્રેકઅપ પણ થઈ જાય. પણ પછી  એ પ્રોસેસ ફરીથી રિસ્ટાર્ટ કરવાની . જોકે  આ બધા માં મેઈન બાબત હોય તો એ છે  કે  " ઇન્ટરેસ્ટ " ( interest ) .. જો તમને ઇન્ટરેસ્ટ હશે તો મહેનત કરવી પડશે. પણ તે માં તમને બોરિંગ નહીં લાગે પણ એન્જોય આવશે . અને આ જ હશે તો સમય પસાર થશે ને સક્સેસ મળશે,ખુશી મળશે બાકી , તો   m.s dhoni ની ફિલ્મ ના જેવું . ધોની ની ભાષામાં કહીએ તો " મુજે પતા નહીં મેં ક્યાં કર રહ્યા હું "               2015 સાલ માં હોલિવૂડ ની " ધ વોક "( the walk ) નામની રીઅલ સ્ટોરી પર બનેલી એક ફિલ્મ આવેલી .જેમાં ફિલિપ્પે પેટિટ (philippe petit ) નામનો 24 વર્ષનો વ્યક્તિ અને પેરિસ નો નિવાસી કે જેનું ડ્રિમ્સ હોય છે કે તે ન્યૂયોર્કમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના બે બિલ્ડિંગ વચ્ચે દોરડું બાંધીને વૉક કરે.તે પરફોર્મન્સ ના આગળના થોડાં દિવસ તો તે ભાન જ ભૂલી જાય છે, જોકે તે તેનાં સપના પાછળ પાગલ હોય છે તેવું કહીએ તો પણ ચાલે . ઊંઘવાનું ,ખાવા પિવાનું યાદ જ નહીં રહેતું બસ ઓન્લી જસ્ટ "વૉક "જ યાદ જ હોય છે. પછી તો 7 Aug, 1974 કે જ્યારે તો હજુ વર્લ્ડ ટ્રેંડ સેન્ટર બનવાનું લાસ્ટ સ્ટેજ પર કામ ચાલુ હતું ને આગળની જ રાતે બધી તૈયારી પુરી કરી દે છે.જોકે બધી વ્યવસ્થા નુ કામ બહુ જ દિવસ પેલાથી ચાલુ હતું . તેનું સપનું પૂરું કરવા થોડા સાથી મિત્રો પણ મળે છે. અને પછી 7 Aug ના વહેલી સવારે જ 530 m ની ઊંચાઈએ ન્યૂયોર્કના લોકો 45 મિનીટ સુધી આ ક્ષણને માણે છે. અને આગળ તો બહુ રસપ્રદ બનાવ બને છે ને ફિલ્મ નો happy ending આવે છે .  અને સારું એવું મોટિવેશનલ ઉદાહરણ પણ આપતું જાય છે . અને આ જોઈને   એ પી જે અબ્દુલ કલામ ની એક વાત સાચી પડે .....

         "સપને  વો  નહીં , જો  નિંદમે  આતે  હૈ.....
           સપને તો વો હૈ  , જો રાત મેં સોને નહીં દેતે ..."

 બાકી તો પછી તમે કોઈ ચીજ તમને ના ગમતી હોય તો ,
કઈંક કરીને તેને પેશન બનાવો ને પછી એ પેશન ને તમારો બિઝનેસ બનાવો ને સક્સેસ થાઓ . આવા તો ગણા ઉદાહરણો છે આપણી આજુબાજુ..... એટલા માટે તો પૂજય મોરારી  બાપુએ   શિક્ષક ની નોકરી છોડી ને કથા કહેવાનું ચાલુ કર્યું

           હમણાં જ થોડા સમય પેલા રીલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ એન્ડ ગોડ ઓફ ક્રિકેટર ની બાયોગ્રાફી "   સચીન :   બીલ્યન    ડ્રિમ્સ " ની એક ફેક્ટ એન્ડ ફટાફટ વાત ...
     સચિન કહે છે કે " મેરે લીએ ક્રિકેટ ખેલના મંદિર જેસા થા".
તો મિત્રો સચિન પોતે પોતાના હોબીને જ બધુ "માને  " અને   " માણે   "  છે. માટે જ  40  વર્ષ ની ઉંમરે રાહુલ ગાંધી નું હજુ કેરિયર ચાલુ થાય છે ને સચિન  એ સમયે કેરીયર પૂરું પાડે છે . એટલે જ ઇમેજિસબજાર ( imagesbazar ) ના સીઈઓ સંદિપ મહેશ્વરી નીઅત્યાર સુધી ની આપેલી મોટિવેશન સ્પિચ નો જો એક જ શબ્દ માં અર્થ આપવો હોય તો થાય કે

     "ચૂસ યોર ઇન્ટરેસ્ટ , હોબી , ડિઝાયર , ગોલ "
    ("  choose your interest , hobby, desire, goal ")           પછી સાયન્સ . M.B.B.S  , B. Sc , એન્જીનીયરીંગ હોય કે પછી કોઈ પણ ફિલ્ડ હોય , એમાં સક્સેસ કે કેરીયર બનવાનો એક જ રસ્તો છે ...... ફાઈન્ડ યોર હોબી .....
પછી થોડું સ્ટાર્ટ કરો ને આગળ થતું રહશે બધા ઉજાગરા પણ થશે ( વ્હોટસએપ , ફેસબૂક  માં નહીં ), ટાઈમપાસ થતો બંધ,  અને પછી  સમજાશે કે તમારો ફેવરિટ એક્ટર કે એકટ્રેસ મૂવી માં કંઈ રીતે હાર્ડ વર્ક કરીને સફળ થાય છે.
પછી તો  ............ શૂન્યમાંથી સર્જન. !!!!!!
          પછી સમજાઈ prof V.C.Makvana સર ની વાત.
Why sir  tell us . "I LOVE MATHEMATICS"  ..

અને છેલ્લે
મને પણ ઇચ્છા થઈ કે આ વિશે લખવાની તો રાત્રે  1:00 વાગે આ લખી દીધું.  બાકી તો રાત્રે 8 :00 વાગે પણ બોરિંગ લાગે કૉલેજ ના અસાઈમેન્ટ લખવાની. તો અહીં પણ બસ સેમ  એ જ વાત છે

( થિંક :- 3 ઈડીયટ ફિલ્મ માં આમીરખાન ક્યાં સમયે રીડિંગ કરતો બતાવ્યો છે કે જેથી  એ કૉલેજમાં ટોપ કરે છે ????? )


          By -  નીતિન પ્રજાપતિ

Popular Posts